Dr. Hiral Jagad
મંગળવાર, 1 જૂન, 2021
आखरी रंग 🌈
બુધવાર, 26 મે, 2021
દરોડા
અમુક ચોક્ક્સ મહિના અને મુદ્દત સુધીમાં ટેક્સ ભરી દેવાનો હોય છે, લાઇટ બીલ આવ્યા પછી નક્કી તારીખ સુધીમાં વીજ વિભાગને પૈસા ચુકવી દેવા પડે, ઘર વેરો કે કર વેરો આ બધુ સમયે સમયે પહોચતુ કરવુ પડે..નહિ તો તમે સજાપાત્ર છો તમને દંડ અવશ્ય મળશે...પહેલા થોડો અને પછી પણ જો તમે આવી ખોટી મિલકતનો સંગ્રહ કરતા જ રહેશો તો તમારે ત્યા દરોડા પડશે.
ક્યારેક સાલુ એમ લાગે કે આપણા સંબંધોમાં પણ આવા પ્રકારની શિક્ષા હોવી જોવે, ખોટે ખોટા ઠાંસી ઠાંસીને ભરી દીધેલા દુ:ખના વાદળના પણ ટેકસ ભરવાના નિયમ હોવા જોઇએ, આંખની નીચે થતા કાળા કુંડાળા પર પ્રતિબંધ એમ લગાવો જોવે જેમ વધારાની જમીન હડપી લેવા પર હોય છે..હર્દયમાં ડુમા અને ડુસકાઓ સાચવી રાખવા માટે સજા ફટકારવામાં આવી જોવે..ટોળામાં એકલા રહેવા માટે, સ્વજન અને જાત સાથે સતત થતી છેતરપિંડી માટે દરોડા પડવા જોવે.
અભિનવની આ વાત નાની મોટી બધી સમસ્યા એને સંગ્રહ કરવાની ટેવ..એ સ્કુલ કોલેજના દિવસોથી વાતને શેર કરવાનું ટાળે અને સ્વજનની કેર કરવાનું માને..અભિનવ સાથે સ્કુલમાં શારિરીક શોષણ થયુ પણ ક્યારેય તેણે કોઈને કહ્યુ જ નહિ તેણે હમેંશા મૌન સેવયુ..કદાચ એને આ વાતની ફરિયાદ કરવી જોવે એવી સમજ જ ન્હોતી..તેનો સ્વભાવ શાંત અને સંભાળ રાખવાવાળો..તેને હમેંશા જીવનના પ્રવાહમાં વહેતા આવડયુ વિવાદ કે ફરિયાદ ક્યારેય થયા જ નહિ.. ઘરના લોકો તેના સ્વભાવથી વાકિફ એટલે એ લોકો એની કાળજી લેતા પણ આવુ ક્યાં સુધી ચાલે છોડને વાડ બંધાય વૃક્ષને થોડી આડશ દેવાય. અભિનવની નોકરી શરુ થઈ જીવન અને જીવનધોરણ બંને બદલાયુ પણ અભિનવ એવો ને એવો જ રહ્યો એ પ્રવાહ મુજબ ચાલતો જ જતો..એના જીવનમાં આવેલી સ્ત્રી એટલે એની પત્ની આરધના. એ સ્વભાવે સરળ હતી પણ અભિવ્યક્તિથી છલોછલ એના મન અને જીવનમાં ચાલતી ઘટનાઓને કહી દેવુ, વહેંચી દેવૂ એને ગમે..અભિનવ સાથે લગ્ન થયા ત્યારે બહુ જ મુંઝવણ હતી..પણ આધુનિક યુગમાં જીવતી આરધના કે એના માતા પિતા એટલા આધુનિક ન હતા.. માત્ર આંખોની મુલાકાત થઈ..એકમેકને જોયા એટલુ જ તે છેક બંને લગ્નને દિવસે મળ્યા..આરધનાના પપ્પાની તબિયત ઠીક રહેતી ન હતી એટલે સગાઇ વિના ઘડિયા લગ્ન લેવાય ગયા..લગ્નજીવન શરુ થયુ બે વિપરોત વ્યક્તિત્વનું... અભિનવના સ્વભાવ મુજબ તેને કોઇ ફરિયાદ ન્હોતી પણ આરધનાને મુંઝારો થવા લાગ્યો.. બંને વચ્ચે થોડા થોડા દિવસે કંઇક ટકરાર થતી પણ એ ટકરાર ચોમાસમાં હવાઈ ગયેલા બાક્સની જેવી હોય સળગે જ નહિ..કેમ કે અભિનવ કોઈ વિવાદ કરે જ નહિ..
આ બધી વાત પહેલા તો વ્હાલી લાગતી હતી પણ ધીરે ધીરે તેમાં અણગમો થવા લાગ્યો..પતિ ઝઘડે નહિ કે પતિ વઢે પણ નહિ..પતિ કંઈ બોલે નહિ કે જરુર લાગે ત્યાં પોતાના હક માટે પણ આગળ આવે નહિ..આમ તે કેમ ચાલે ? વાત વીસરવા લાગી..પ્રશ્નો વધી ગયા..જે આંખોમાં પ્રેમનો ગુલાબી રંગ ખિલતો હતો ત્યાં આજે લાલાશ આવીને ઉભી રહી છે.. પણ આરધનાએ વટ અને વળને કળનો ઢાળ આપ્યો એણે જાણવા અને મથવાનું શરુ કર્યુ કે આવુ છે તો છે કેમ ? અભિનવ કેમ આ રીતે વાત શેર કરતા ખચકાય છે.. એને જરુર લાગી ત્યાં મનોચિકિત્સકની અને થેરાપીસ્ટની મદદ પણ લીધી..અને આખી વાત સામે આવી કે અભિનવને અભિવ્યક્તિની ભિતી છે એને વાત શેર કરવાનો પહેલા સંકોચ હતો પછી શરમ અને પછી વ્યક્તિત્વની એક ક્ષતિ બની ગઈ..અભિનવની આ વાત જાણીને આરધનાએ નક્કી કર્યુ કે હું અભિનવને આમ નહિ જીવવા દઉં એણે અભિનવને થેરાપી લેવા માટે કન્વીસ કરી લીધો..થેરાપીનો દોર ચાલ્યો..ઉઝરડા ઘણા ઊંડા હતા એટલે રુઝાતા વાર લાગી પણ રુઝ આવી ખરી અભિનવ હવે અભિવ્યક્ત થતા થોડુ ઝાઝુ શિખ્યો છે..એને અનુકુળ થવા અને જતુ કરી દેવાનો ફર્ક ખબર પડવા લાગી છે..એની આંખોમાં ખુલ્લા પડી જવાનો ડર નથી અને એના હ્રદય પર ન સ્વીકારેલી વાત કે થાકી ગયેલી પોતાની જાતનો ઢગલો નથી..એને મંજુરી અને મજબુરીનો ભેદ સમજાય છે..સાંજ પડે એ ઓફિસના બેગ સાથે પોતાની અંદરના ભારને પણ ઉતારી મુકે છે..ટિફિન સાથે કેટલોક રંજ અને અફ્સોસ પણ ધોઈ નાખે છે..અભિનવ અને આરધના ફરી એક નવી સવાર પર સવાર થાય છે.
આપણી આસપાસ અભિનવ જેવા કેટલાય લોકો અભિનય કરતા હશે અને આપણે તાળીઓ પાડયા વગર એમના આ ઉમદા નાટકને માણી રહ્યા હશુ.. અને અજાણતા જ બગડી રહેલી તેની મનોસ્થિતિને ખુબ બહાદુર અને બાહોશ માણસ કહીને સમજાવીને બિરદાવતા હશુ.
દરોડા પાડજો આ વાતને અટકાવજો..એકાંતમાંથી ભેકાર એક્લતામાં સરી જતા તમારા સ્વજનને બચાવજો. અને હા તમારુ ધ્યાન રાખજો.
© ડૉ. હિરલ જગડ ' હીર '
જો જો છલકાતાં નહીં…!
ઘણી વાર એવું થાય કે આપણા કરતાં તો પાણીની ટાંકી સારી.. એને છલકાઈ જવાની છૂટ છે જ્યારે તે ભરાઈ જાય છે..એની અંદર ધરબાયેલું જે છે તેને ઉભરાઈ આવવાનો હક છે..
પણ આપણે (કહેવાતા પુખ્ત લોકો ) સ્થળ - સમય - સંજોગ આ બધું જોઈને નક્કી કરવાનું કે છલકાવું કે નહિ...આમ મારી અંદર વર્ષો જૂની એકલતા છે મનમાં વર્ષોથી ધૂળ ખાતા સંતાપો છે એને વહાવી દઉં કે નહીં ?
અને કદાચ કોઈ ઘડીએ મારા મનની ટાંકી ઓવરફલો થઈ જાય અને હું વાલ બંધ કરવાનું ભૂલી જાઉં તો.. કોઈ મારી લાગણીનો ફાયદો તો નહીં ઉપાડે ને ? અને મારા હ્રદયમાં છુપાયેલા કેટલાય દસ્તાવેજો ભાવુક થઈને જો મારાથી ખુલ્લી જશે તો કોઈ વકીલાત કરવા તો નહિ આવી પડેને ?
કે પછી આમ મને મારા આ છલકાતા લાગણીના પ્રવાહમાં પથરાયેલો જોઈને મારા વ્યક્તિત્વ પર કોઈ ન્યાયધીશ બનીને ચુકાદાઓ તો નહિ આપવા લાગેને ?
આસપાસ મારી ટોળું છે પણ મને હુંફ કેમ નથી મળતી ? અને મને સતત શંકાઓ કેમ થાય છે કે...
આની પાસે જો હું રડી પડીશ આમ ઢીલો પડી જઈશ તો મેં સ્થાપિત કેટલા મારા વ્યક્તિત્વનું શું ? આ વ્યક્તિત્વ તો ભસ્મીભૂત થઈ જશે..મારા વર્ષોથી ઊભા કરેલા ગંજીપાનાના મહેલને ઠોકર લાગી જશે.
આપણું જીવન સુવિધાઓથી ભરપૂર અને મુશ્કેલીઓથી છલોછલ થતું જાય છે..આ જીવનમાં અપેક્ષાઓ અઢળક છે આવેગોને ભાવોમાં લાવવા કે નહિ એ બહુ મોટો સવાલ છે સાચું કરવું કે નહિ એ પછી પેહલા તો સાચું વિચારવું કે નહીં એ જ વિચાર છે...!
લોકો માટે પોતાની જાત કરતાં પણ વધુ મહત્વનું સત્તાનું અવલંબન છે..કોઈને પોતાના ભાવો કહીને હળવા થઈ જવું નથી પણ સતત પોતે સારા છે સુંદર છે સુઘડ છે સુવ્યવસ્થિત છે આવું બતાવીને ભારેખમ થતાં જવું છે..!
આ વ્યથા છે આપણા સૌની કથા છે ઘણીવાર એમ થાય કે દરેક પાસે બે એવા ખંભા હોવા જ જોવે કે જેના પર માથું ટેકવીને રડી પડે અને બીજા ખંભાને સહારે ઉંચે ચડી શકે..આગળ વધી શકે..આમ થાય તો ઘણી કથાઓમાં સમાયેલી વ્યથાઓ ઓછી થઈ જાય..
તમે- હું- આપણે સૌ આવા કોઈ ખંભાને શોધી શકીએ અને જો આપણે ખંભો છીએ તો નિષ્ઠાથી ભેળસેળ વગરનો ખંભો થઇએ તેવી શુભકામનાઓ અને આશા..! તમારા ખંભાને ભીનો થવાની છૂટ આપજો અને તેને ફરી ભરવાની તક પણ આપજો..!
© હિરલ જગડ ' હીર '
- સલાહ મનોવૈજ્ઞાનિક (ભાવનગર)
મંગળવાર, 25 મે, 2021
આશાવાદી બા..🥀
आखरी रंग 🌈
આકર્ષિત થવા કે પ્રભાવિત થવા માટે ક્યાં મૂળભૂત કારણ જવાબદાર હોય ? અફકોર્સ વ્યક્તિ વ્યક્તિએ આમા વિવિધતા હશે..કોઈને સરળ, સહજ સુંદરતા મોહી લેતી ...
-
આકર્ષિત થવા કે પ્રભાવિત થવા માટે ક્યાં મૂળભૂત કારણ જવાબદાર હોય ? અફકોર્સ વ્યક્તિ વ્યક્તિએ આમા વિવિધતા હશે..કોઈને સરળ, સહજ સુંદરતા મોહી લેતી ...
-
અમુક ચોક્ક્સ મહિના અને મુદ્દત સુધીમાં ટેક્સ ભરી દેવાનો હોય છે , લાઇટ બીલ આવ્યા પછી નક્કી તારીખ સુધીમાં વીજ વિભાગને પૈસા ચુકવી દેવા પડે , ...
-
કોરોના કાળમાં આશા અને આશાવાદ પર જ કદાચ હું અને તમે જીવી રહ્યા છીએ નહિ તો અન્ય અસંખ્ય જાણીતા અજાણ્યા લોકોની માફક આપણે કયાંંક છાપે...